Site icon

લ્યો કરો વાત : કોલ્હાપુરમાં રીંગણની કિંમત 27 પૈસા પ્રતિ કિલો છે

મહારાષ્ટ્રમાં ડુંગળી પછી રીંગણાના ભાવમાં જોરદાર કડાકો બોલાયો છે. અને ગ્રામીણ ક્ષેત્રમાં રીંગણા સાવ સસ્તા થઈ ગયા છે.

Brinjal cost lowers because of rain in Maharashtra

લ્યો કરો વાત : કોલ્હાપુરમાં રીંગણની કિંમત 27 પૈસા પ્રતિ કિલો છે

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. હવે ડુંગળી બાદ રીંગણના પણ કડાકો જોવા મળ્યો છે જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકામાં રીંગણનો ભાવ 27 પૈસા પ્રતિ કિલો છે. તેથી ડુંગળી બાદ હવે ખેડૂતોને સાવ સસ્તા ભાવે રીંગણ વેચવાનો વારો આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

Join Our WhatsApp Community

બજારમાં રીંગણા નો શું ભાવ છે?

કોલ્હાપુર જિલ્લાનો શિરોલ તાલુકો રાજ્યમાં શાકભાજીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. પરંતુ અહીં રીંગણા વેચવા આવનાર ખેડૂતોને તેમના રીંગણનો સૌથી ઓછો ભાવ 27 પૈસા પ્રતિ કિલો આપવામાં આવ્યો છે. જોવાની વાત એ છે કે ખેડૂતોને પોતાની મહેનત નહીં પરંતુ ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ મળી રહ્યો નથી. બજારમાં ગ્રાહકો 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રીંગણ ખરીદી રહ્યા છે. પરંતુ ખેડૂતના હાથમાં માત્ર 27 પૈસા આવી રહ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી ઓછો દર છે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version