કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
રાજીનામાની ખબરો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દિલ્હીમાં છે.
તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા. આજે તે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે
રાજીનામા પાછળનું કારણ વૃદ્ધાવસ્થા અને તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જોકે, યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાં સંબંધિત સમાચારોનું ખંડન કર્યું છે. સીએમે આવા સમાચારોને અફવા ગણાવતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરીને રાજયના વિકાસ સાથે જોડાયેલી વાતો કરી.