ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુલાઈ 2020
મુંબઈ મહાનગરપાલિકાના સતત પ્રયાસો છતાં મુંબઈમાં કોરોના નામની જીવલેણ બીમારી બેલગામ થઈ છે. ગયા સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી કાબુમાં આવ્યા બાદ હાલ કોરોના કેસો એટલાં વધ્યા છે કે જેને કારણે મુંબઈમાં છેલ્લા 11 દિવસમાં 722 ઈમારતોમા આવવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં કહી શકાય કે બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક આંકડાઓ મુંબઈની ઊંચી ઇમારતોમાંથી આવી રહ્યા છે. મોટાભાગના ગીચ વસ્તી ધરાવતી ઝૂંપડપટ્ટીના બદલે ઊંચી ઈમારતોમાં કોરોના ના કેસો વધારે નોંધાયા બાદ મહાનગરપાલિકા વધુ કડક પ્રતિબંધ લાદી અમલ કરાવી રહી છે. આમ છતાં મુંબઈમાં કોરોના થી સારા થનારોની ટકાવારી 67 ટકા જેટલી છે. બીજી બાજુ બીએમસીએ માસ્ક ન પહેરનારા પાસેથી એક હજાર રૂપિયા સુધીનો દંડ વસુલવાનો શરૂ કર્યો છે.
જાણકારો કહી રહ્યા છે કે પાછલા થોડા દિવસોથી નિયમોમાં જે છુટછાટ આપવામાં આવી રહી છે અને સાથે જ પરીક્ષણ નું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોવાથી કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધુ સામે આવી રહી છે..
મનપાએ સીલ કરેલી ઇમારતોની સંખ્યામાં જોઈએ તો…
બોરીવલી 793
અંધેરી પુર્વ 789
કાંદીવલી 535
વડાલા 532
મુલુંડ 560
મલાડ 553
દહીસર 192
આ રિપોર્ટમાં બોરીવલી કાંદીવલી મુલુંડ ની પરિસ્થિતિ સૌથી ખરાબ જણાય રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com