Site icon News Continuous Bureau | Mumbai

  CA Exams :સફળતા આને કે’વાય.! માતા ફૂટપાથ પર વેચે છે શાકભાજી, પુત્રએ પાસ કરી CAની જટિલ પરીક્ષા; જુઓ હૃદય સ્પર્શી વિડિયો

CA Exams : નિશ્ચય અને સખત પરિશ્રમના બળ પર યોગેશે મુશ્કેલ સંજોગોનો સામનો કરીને આ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. યોગેશ, જેણે CA જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી છે, તેની ડોમ્બિવલીકર તરીકેની સફળતા માટે જેટલી પ્રશંસા કરીએ  તેટલી ઓછી છે. 

CA Exams Son Of Vegetable Seller In Dombivli Cracks CA Exam, Mothers Emotional Reaction Goes Viral

CA Exams Son Of Vegetable Seller In Dombivli Cracks CA Exam, Mothers Emotional Reaction Goes Viral

 News Continuous Bureau | Mumbai

CA Exams : જો તમારામાં કંઇક કરવાનો જુસ્સો હોય તો કોઇપણ અવરોધ તમારા માર્ગમાં આવી શકે નહીં. થાણેના ડોમ્બીવલીમાં શાકભાજી વેચનાર મહિલાના દીકરાએ સીએ બનીને આ સાબિત કર્યું છે. શાકભાજી વિક્રેતાના પુત્રએ આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં ખૂબ જ જટિલ ગણાતી ચાર્ટડ એકાઉન્ટન્ટ ની  પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે.

Join Our WhatsApp Channel

CA Exams : શાકભાજી વિક્રેતાના પુત્રએ CA ની પરીક્ષા પાસ કરી

મહારાષ્ટ્રના થાણેમાં શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી એક મહિલા જ્યારે તેનો પુત્ર આવ્યો અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પરીક્ષા પાસ કર્યાના સમાચાર આપ્યા ત્યારે ખુશીથી રડી પડી.

મહિલા અને તેના પુત્રને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા તેના પુત્રને લાંબા સમય સુધી ગળે લગાવીને રડતી જોવા મળી રહી છે

CA Exams : જુઓ વાયરલ વીડિયો  

CA Exams : મંત્રી રવિન્દ્ર ચવ્હાણે X પર વિડિયો શેર કર્યો

 થાણેના ડોમ્બિવલી (પૂર્વ)માં શાકભાજી વેચનારના પુત્ર યોગેશે તાજેતરમાં જ તેની સીએની પરીક્ષા પાસ કરી છે.મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગના મંત્રી રવિન્દ્ર ચવ્હાણે X પર વિડિયો શેર કર્યો છે સાથે તેમણે લખ્યું – “યોગેશ, તારા પર ગર્વ છે. ગાંધીનગર, ડોમ્બિવલી પૂર્વમાં ગિરનાર મીઠાઈની દુકાન પાસે શાકભાજી વેચતા થોમ્બરે માવશીનો પુત્ર યોગેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બન્યો છે. દૃઢ મનોબળ, દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી યોગેશે કપરી પરિસ્થિતિઓ વચ્ચે આ શાનદાર સફળતા હાંસલ કરી છે. તેની સફળતા પર તેની માતાના આનંદના આંસુ લાખો મૂલ્યના છે. સીએ જેવી અઘરી પરીક્ષા પાસ કરનાર યોગેશની પૂરતી પ્રશંસા કરી શકાય તેમ નથી. એક ડોમ્બિવલીકર તરીકે, હું યોગેશની સફળતાથી ખુશ છું. અભિનંદન યોગેશ!”

આ સમાચાર પણ વાંચો : West Bengal Rail Accident: પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી! રેલવે ક્રોસિંગ પર કાર એક્સપ્રેસ ટ્રેન અથડાઈ; જુઓ વિડીયો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version