ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) નું જીન ફરી એકવાર જાગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે પશ્ચિમ બંગાળના એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. પોતાના ભાષણ દરમિયાન, નડ્ડાએ જાહેરાત કરી હતી કે સીએએ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે તેમાં મોડું થયું છે. આ સાથે જ, બંગાળની ચૂંટણીઓમાં સીએએને મુદ્દો બનાવવાની ભાજપની તૈયારી દેખાઈ રહી છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું છે કે, તમને સીએએ મળશે અને તે મળવાનું નિશ્ચિત છે. આ કાયદા હેઠળ પડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ સમુદાયોના નાગરિકો આપવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે સીએએના અમલીકરણને લઈને બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી ભાજપ વચ્ચે સંઘર્ષ નિશ્ચિત છે. ટીએમસીએ માત્ર સંસદમાં જ નહીં પણ સડકો પર વિરોધ નોંધાવ્યો હતો.
જણાવી દઈએ કે સીએએ અંગે ભારે હોબાળો થયો હતો. દેશના ઘણા ભાગોમાં, લોકો તેની સામે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. બંગાળમાં પણ વ્યાપક હિંસા થઈ હતી. પશ્ચિમ બંગાળ એ દેશના કેટલાક એવા રાજ્યોમાંથી એક હતું જ્યાં સીએએ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી કાયદાની વિરુદ્ધ હંમેશા અવાજ ઉભા કરે છે.
2021 ની વિધાનસભાની ચૂંટણીને પગલે ઉત્તર બંગાળના ભાજપના નેતાઓ અને સામાજિક ધાર્મિક સંગઠનો સાથેની બેઠકમાં નડ્ડાએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં ભાજપ સરકારની રચના અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, 'ભાજપ અને મોદીજીની મૂળ નીતિ છે – સબકા સાથ – સબકા વિકાસ – દરેકની આસ્થા. અન્ય પક્ષોની નીતિ છે – સમાજને ભેદ પાડવો, ભાગ પાડવો, તેને અલગ રાખો, અલગ માંગ કરો અને રાજ કરો. ' આમ આવનારી ચૂંટણીઓ રસાકસી ભરી બની રહેશે એ વાત ચોક્કસ છે.