ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત અચાનક લથડી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને રાણેએ નિવેદન આપ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન બાદ શિવસેના કાર્યકરો દ્વારા FIR નોંધવામાં આવી હતી.
મંગળવારે મુંબઈ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, જો કે રાત્રે રાયગઢ જિલ્લાની મહાડ કોર્ટ દ્વારા તેને શરતી જામીન મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેમની ધરપકડ બાદ તેની જામીન અરજી માત્ર સ્વાસ્થ્યના કારણોસર મંજૂર કરવામાં આવી હતી.
