Site icon

Calcutta High Court: સિંહનું નામ ‘અકબર’ અને સિંહણનું નામ ‘સીતા’ કેમ રાખવામાં આવ્યું? બંગાળ સરકારને હાઈકોર્ટનો સવાલ..

Calcutta High Court: સિલિગુડી, પશ્ચિમ બંગાળમાં સિંહ "અકબર" અને સિંહણ "સીતા" ના નામને લઈને મોટો વિવાદ થયો છે. કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને બંનેના નામ બદલવાનો આદેશ આપ્યો હતો.

Calcutta High Court Why was the lion named 'Akbar' and the lioness named 'Sita' High Court's question to the Bengal government.

Calcutta High Court Why was the lion named 'Akbar' and the lioness named 'Sita' High Court's question to the Bengal government.

News Continuous Bureau | Mumbai 

Calcutta High Court:   કલકત્તા હાઈકોર્ટે સિંહણનું નામ સીતા ( Sita ) અને સિંહનું નામ અકબર ( Akbar ) રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ બંગાળ સરકારને વિવાદ ટાળવા માટે બંનેના નામ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય કોર્ટે સીતા અને અકબરના નામકરણ અંગે પણ બંગાળ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે સુનવણી કરતા કહ્યું હતું કે, કોઈ પણ પ્રાણીનું નામ ( Lion Name ) કોઈ પણ હિંદુ ભગવાન, મુસ્લિમ પયગંબર, ઈસાઈ, મહાન પુરસ્કાર વિજેતા, રાષ્ટ્રીય નાયકો, સ્વતંત્રતા સેનાનીઓનું નામ ન રાખવું જોઈએ. આનાથી વિવાદ સર્જી શકે છે. તો પછી આવા નામ શું કામ રાખવા જોઈએ..

  તમારે સીતા અને અકબરના નામ પર સિંહનું નામ આપીને વિવાદ શા માટે વધારવો જોઈએ..

વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના ( Bengal Govt ) સિલીગુડીમાં રાખવામાં આવેલા પાર્કમાં રાખવામાં આવેલ, સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું છે. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદ ( VHP ) ના બંગાળ યુનિટે તેને હિન્દુ ધર્મનું ( Hindu religion) અપમાન ગણાવ્યું હતું. 16 ફેબ્રુઆરીએ કોલકાતા હાઈકોર્ટમાં આના વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની ખંડપીઠે કરી હતી. અરજદારે સિંહની જોડીનું નામ બદલવાની માંગ કરી હતી.

જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની સિંગલ જજની બેન્ચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ ( West Bengal ) પહેલાથી જ શાળાના શિક્ષકોની ભરતીમાં કથિત કૌભાંડ સહિત અન્ય ઘણા મુદ્દાઓને લઈને વિવાદોમાં ઘેરાયેલું છે. તેણે કહ્યું, ‘તેથી સમજદારીપૂર્વક નિર્ણય લો, આ વિવાદ ટાળો.’ ન્યાયાધીશે સૂચવ્યું કે રાજ્ય સરકારના વકીલો વિવાદ ટાળવા માટે પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓને સિંહ અને સિંહણના અલગ અલગ નામ આપવાનું કહે. કોર્ટે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને દરેક સમુદાયને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે.

આ સમાચાર પણ વાંચો : Byju’s : બાયજુના CEOની મુશ્કેલીઓ વધી, કંપનીના ચાર રોકાણકારોએ હવ NCLTમાં કેસ દાખલ કરી , ગેરલાયક ઠેરવવાની કરી માંગ..

ન્યાયાધીશે પૂછ્યું, ‘તમે સીતા અને અકબરના નામ પર સિંહણ અને સિંહણનું નામ આપીને વિવાદ કેમ સર્જો છો?’ તેમણે વધુમાં કહ્યું હતું કે, નાગરિકોનો એક મોટો વર્ગ સીતાની પૂજા કરતો હતો, જ્યારે અકબર ‘ખૂબ જ સફળ અને બિનસાંપ્રદાયિક મુઘલ સમ્રાટ હતો.’ જસ્ટિસ ભટ્ટાચાર્યએ કહ્યું કે તેઓ બંને પ્રાણીઓના નામનું સમર્થન કરતા નથી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે બંને પ્રાણીઓનું નામ પશ્ચિમ બંગાળમાં નહીં પણ ત્રિપુરામાં રાખવામાં આવ્યું હતું અને તે સાબિત કરવા માટે દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરવમાં આવ્યા હતા. જેના પર કોર્ટે કહ્યું હતું કે, જો ત્યાં નામકરણ કરવામાં આવ્યું છે તો ત્રિપુરાના ઝૂ ઓથોરિટીને કેસમાં પક્ષકાર બનાવવો જરૂરી છે.

હાલમાં કોર્ટે આ મામલામાં બંગાળ સરકારને બંને સિંહોના નામ બદલવાનો આદેશ આપ્યો છે અને સિંહના આવા નામ કેમ રાખવામાં આવ્યા તેનો જવાબ માંગ્યો છે.

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version