ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
તામિલનાડુમાં ઉમેદવારે ચૂંટણી પહેલા મતદારોને ભેટ આપવાના નામે છેતરી લીધા છે.
તામિલનાડુના અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે પોતાના મતદારોને આકર્ષવા માટે સોનાના સિક્કા વહેંચ્યા.
જોકે આ મહાશયનો ભાંડો બાદમાં ફુટી ગયો, કારણ કે લોકોએ જ્યારે ચેક કર્યુ ત્યારે ખબર પડી કે, ઉમેદવારે સોનાના નામે નકલી સિક્કા પધરાવ્યા છે.
ઉમેદવારે પોતાના મતદારોને સિક્કા ગિફ્ટ બોક્સની અંદર મુકીને આપ્યા હતા અને સાથે કહ્યુ કે, મતગણતરી ના થાય ત્યાં સુધી બોક્સ ખોલતા નહીં. જેથી ચૂંટણી પંચને ખબર ના પડે.
