પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે.
તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને દૂર કરવા માટેની ફોર્મ્યુલા શોધી લેવામાં આવી છે.
તેમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો વળી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે.
આ સાથે બે વર્કિગ પ્રેસિડેન્ટ પણ બનાવામાં આવશે. જે હિન્દુ અને દલિત સમુદાયમાંથી રહેશે.
આ અંગેની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.