ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
ગુરુવારે, સોશિયલ મીડિયાના યુઝર વિરુદ્ધ આદિત્ય ઠાકરેને 'બેબી પેંગવીન' કહ્યાંની ફરિયાદ નોંધાયા બાદ, ટ્વિટર પર 'બેબી પેંગ્વિન' નામનું હેશટેગ ટ્રેન્ડ થઇ રહયું હતું. આ અંગે શિવસેનાના યુવા સંગઠન, યુવા સેનાના કાયદાકીય સલાહકારે જણાવ્યું હતું કે "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે તેમજ ઉર્જા પ્રધાન નીતિન રાઉત વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કરવા બદલ એક યુવાન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ઠાકરે એ કરેલી આ ફરિયાદ અંગે વી પી રોડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ ભારતીય દંડ સંહિતા કલમ મુજબ અશ્લીલતા (292) માનહાનિ (500) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ 67 ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એ ટ્વીટર યૂઝરે 13 મી જુલાઈએ એક કટાક્ષ વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં આદિત્ય ઠાકરેને ‘બેબી પેન્ગ્વીન’ તરીકે ઓળખાવ્યો હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com