ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 સપ્ટેમ્બર 2020
રાજસ્થાનની જોધપુરની એક વિશેષ સીબીઆઇ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી સહિત કુલ ચાર લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે વર્ષ ૨૦૦૨ માં તેમના નેતૃત્વ હેઠળ સરકારે જે હોટલ વેંચી તેને કારણે સરકારને ૨૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો કે ઉદયપુરની લક્ષ્મી વિલાસ પેલેસ હોટલ રાજ્ય સરકારને સોંપવામાં આવે.
સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ એ જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ જોતાં એવું લાગે છે કે અરૂણ શૌરી અને તેમના વિભાગના જે તે સમયના કર્મચારીઓએ સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. પ્રથમ દ્રષ્ટિએ આ હોદ્દાનો દુરુપયોગ છે.
આમ 18 વર્ષ પછી અરુણ શૌરી કાયદાના સપાટામાં આવ્યા છે.
