CBI એ 5.62 લાખ ભારતીય ફેસબુક ઉપયોગકર્તાઓના વ્યક્તિગત ડેટાની ચોરી માટે બ્રિટન સ્થિત પૉલિટિકલ કંસલ્ટિંગ કંપની કૈંબ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
એજન્સીએ આ મામલે તે દેશની બહારની એક અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ નું પણ નામ FIRમાં સામેલ કર્યુ છે.
આરોપ છે કે કંસલ્ટિંગ ફર્મે ત્યારે ડેટાનો ઉપયોગ ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.