News Continuous Bureau | Mumbai
ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહાર(Bhar)ના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની મુશ્કેલી વધી ગઈ છે.
સીબીઆઇ(CBI)એ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન રેલવે ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.
આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટનાના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા(Raid) પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા