Site icon News Continuous Bureau | Mumbai

Centre Flood Relief : પૂરથી પ્રભાવિત આ રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ, પૂર રાહત માટે 675 કરોડની સહાયને આપી મંજૂરી

Centre Flood Relief : કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (IMCTs) પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી છે. આ વર્ષે ભારત સરકારે SDRFમાંથી 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, રૂ. NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (SDMF) તરફથી 11 રાજ્યોને રૂપિયા 1385.45 કરોડની સહાય રિલીઝ કરી

Central government to provide all assistance to these flood-affected states, sanctioned assistance of 675 crores for flood relief.

Central government to provide all assistance to these flood-affected states, sanctioned assistance of 675 crores for flood relief.

News Continuous Bureau | Mumbai

Centre Flood Relief : કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ.600 કરોડ, મણિપુરને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ ( NDRF )માંથી રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ.25 કરોડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી એડવાન્સ સ્વરૂપે આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર ( Central Government ) પૂરગ્રસ્ત રાજ્યોને ( Flood Relief ) શક્ય તમામ સહાય પૂરી પાડવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ વર્ષ દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર રાજ્યો પ્રભાવિત થયા હતા. આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં આંતર-મંત્રાલયીય કેન્દ્રીય ટીમો (આઈએમસીટી)ની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી નુકસાનીની સ્થળ પર જ આકારણી કરી શકાય. બાકીનાં રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય આઇએમસીટી રિપોર્ટ પ્રાપ્ત થયા પછી લેવામાં આવશે.

ઉપરાંત, તાજેતરમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યો પણ પૂરથી અસરગ્રસ્ત ( Flood affected ) થયા છે અને નુકસાનની ઓન-ધ-સ્પોટ આકારણી કરવા માટે ટૂંક સમયમાં આ રાજ્યોમાં આઈએમસીટી મોકલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah palak sidhwani: તારક મહેતા છોડતા જ શો ના મેકર્સ નું સામે આવ્યું અસલ સ્વરૂપ, અભિનેત્રી પલક સિધવાની વિરુદ્ધ કરશે આ કાર્યવાહી

ચાલુ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફમાંથી ( SDRF ) 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, એનડીઆરએફ પાસેથી 15 રાજ્યોને રૂ. 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 11 રાજ્યોને રૂ. 1385.45 કરોડની રકમ રીલિઝ કરી છે. નાણાકીય સહાય ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોને જરૂરી એનડીઆરએફની ટીમો, આર્મી ટીમો અને હવાઈ દળની મદદ સહિત તમામ લોજિસ્ટિક સહાય પૂરી પાડી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India condemns US newspaper PoK map PoK પર અમેરિકન અખબારની ભૂલ સામે ભારતનો રોષ, પાકિસ્તાનનું દર્શાવવા પર ઉઠાવ્યો વાંધો..
Rajya Sabha anti paper leak bill debate walkout સંસદમાં હોબાળો, રાજ્યસભામાં એન્ટિપેપર લીક બિલ પર ચર્ચા અગાઉ જ વિપક્ષે કર્યું વૉકઆઉટ, કાર્યવાહી પર અસર.
Tamil Nadu political shift DMK leader joins TVK તમિલનાડુમાં રાજકીય સમીકરણો બદલાયા, ડીએમકે છોડીને TVKમાં જોડાશે આ દિગ્ગજ નેતા..
Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૨૧ જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ..
Exit mobile version