Site icon

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે રવિવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્ર પરનો કાયદો ઘડવામાં આવ્યો છે અને કહ્યું કે કેન્દ્રને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં દખલ કરવાનો અધિકાર નથી. પૂણેના બારામતીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા પવારે આ વાત સ્પષ્ટ કરી હતી.

શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્રને લગતા કાયદા બનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા તૈયાર કરાયેલા કાયદામાં કેન્દ્રને દખલ કરવાનો અધિકાર નથી. કેન્દ્રીય સહકાર મંત્રાલયના રાજ્યમાં સમસ્યાઓ સર્જવાના અહેવાલોમાં કોઈ તથ્યો નથી કારણ કે આ મામલો બંધારણીય રૂપે રાજ્ય સરકારનો છે.તેમણે ઉમેર્યું હતું કે મલ્ટી-સ્ટેટ એટલે કે એક સંસ્થા જે બે રાજ્યોમાં ચાલે છે તેનો અધિકાર કેન્દ્રમાં સરકાર પાસે છે.

તો હવે આ શરતે જ શરૂ થશે મુંબઈમાં નવું કોવિડ સેન્ટર; પાલિકાએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક અલગ કેન્દ્રીય સહકાર મંત્રાલય બનાવવાની ઘોષણા કરી હતી. જે વિષય અત્યાર સુધી કૃષિ મંત્રાલય દ્વારા સંભાળવામાં આવતો હતો. ૭ જુલાઈના તાજેતરના કેબિનેટ વિસ્તરણ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહએ નવા મંત્રાલયનો પોર્ટફોલિયો બહાર પાડ્યો હતો.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version