ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત પર નિશાન સાધ્યું છે.
નવાબ મલિકે કહ્યું કે, કંગના રનૌતની ધરપકડ કરીને પદ્મશ્રી એવોર્ડ પાછો લેવો જોઈએ.
સાથે જ તેમણે કહ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે.
અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે 1947ની આઝાદી ભીખ માંગીને અપાઈ હતી, અમને લાગે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનાં કહ્યુ હતુ કે 'ભારતને આઝાદી ભીખમાં મળી'.
PM મોદીએ લોન્ચ કરી RBIની બે નવી સ્કીમ, સામાન્ય લોકોને મળશે આ લાભ; જાણો વિગતે
