Site icon News Continuous Bureau | Mumbai

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ

બારામતીમાં ‘અજિત દાદા’ ના અંતિમ દર્શન સમયે ચેન સ્નેચરો ત્રાટક્યા, 8 હજાર પોલીસકર્મીઓના કાફલા વચ્ચે ચોરીની ઘટનાથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ.

Ajit Pawar Funeral અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ

Ajit Pawar Funeral અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ

News Continuous Bureau | Mumbai
Ajit Pawar Funeral મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારના અંતિમ સંસ્કારમાં જ્યારે લાખો લોકો શોકમાં ડૂબેલા હતા, ત્યારે તસ્કરોની એક ટોળકીએ આ તકનો લાભ ઉઠાવી મોટી વારદાતને અંજામ આપ્યો છે. બારામતીમાં યોજાયેલા અંતિમ સંસ્કાર દરમિયાન ચેન સ્નેચરોએ 15 જેટલા નાગરિકોના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ઘટનાથી બારામતી શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભીડનો લાભ લઈ 25 થી 30 લાખની લૂંટ

અજિત પવારના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના ખૂણેખૂણેથી લાખો લોકો બારામતી પહોંચ્યા હતા. વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં જ્યારે લોકો ભાવુક થઈને અજિત દાદાને વિદાય આપી રહ્યા હતા, ત્યારે ચોરોની ગેંગે લોકોના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આશરે 15 લોકોના દાગીના ચોરાયા છે, જેની બજાર કિંમત 25 થી 30 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

8 હજાર પોલીસ છતાં સુરક્ષામાં ગાબડું

આ ઘટનાને પગલે પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તે દિવસે બારામતીમાં સુરક્ષા માટે આશરે 8 હજાર પોલીસકર્મીઓ તૈનાત હતા. આમ છતાં, આટલી મોટી સંખ્યામાં લોકોના દાગીના ચોરાયા તે પોલીસની નિષ્ફળતા દર્શાવે છે. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કેટલાક શંકાસ્પદ ચોરોને રંગે હાથે પકડી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’

છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

પીડિત નાગરિકોની ફરિયાદના આધારે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોહમ્મદ યુનુસ, રાજકુમાર આઠવલે, એજાજ મિરાવલે, મોહમ્મદ સિરાજ અને બાલૂ બોત્રે સહિત છ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ આ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે જેથી ચોરાયેલા દાગીના રિકવર કરી શકાય. એક તરફ આખું રાજ્ય શોકમાં હતું ત્યારે બીજી તરફ ચોરોની આવી હરકતે લોકોની સંવેદનાને ઠેસ પહોંચાડી છે.

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version