ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 જુલાઈ 2020
ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કારોબારી સમિતિમાં મોટા ફેરફારો કર્યા છે. કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની પુત્રી વિદ્યા રાણીને ભાજપ યુથ વિંગના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
વિરપ્પનની પુત્રી વિદ્યા આ વર્ષે ભાજપમાં શામેલ થઈ અને આટલી જલ્દી આ જવાબદારી મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્યમાં ભાજપ પાસે હાલમાં એક પણ ધારાસભ્ય નથી. આવી સ્થિતિમાં શા માટે વિદ્યાએ શાસક એઆઈએડીએમકે અથવા ડીએમકે ઉપર ભાજપને શા માટે પસંદ કર્યો ? આ અંગે તેણે ખુલ્લા મને વાત કરી હતી.
આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે "તેને સામેથી ભાજપમાં જોડાવાનો ફોન આવ્યો છે અને તે તેમના માટે સન્માનની વાત છે." વિદ્યાએ ભાજપમાં જોડાવાનું કારણ આપ્તા કહ્યું કે, "મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગમે છે, તેથી હું ભાજપમાં જોડાઈ છું. પીએમ મોદી ખૂબ કડક છે. તેઓ હંમેશાં સક્રિય હોય છે તેમજ તેઓ હંમેશાં યોગ્ય કાર્ય યોગ્ય સમયે કરે છે.
29 વર્ષની વિદ્યા રાની સમાજ સેવા કરે છે. તેણે એલએલબીની ડિગ્રી ધરાવે છે. વિદ્યા કહે છે કે તેને હંમેશાં સામાજિક કાર્યોમાં રસ છે અને તેને લોકોની સેવા કરવાની આ એક સારી તક મળી
વિદ્યારાનીના પિતા વિરપ્પન કોણ હતાં ?
1987 માં જ્યારે ચિદમ્બરમ નામના વન અધિકારીનું અપહરણ કર્યું ત્યારે વીરપ્પને દેશને હચમચાવી નાખ્યો હતો. તેણે આખી પોલીસ પાર્ટી ઉડાવી દીધી હતી, જેમાં 22 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 2000 માં વીરપ્પને કન્નડ ફિલ્મોના હીરો રાજકુમારનું અપહરણ કર્યુ. જેની મુક્તિ માટે તેણે 50 કરોડની ખંડણી માંગી હતી અને 18 ઓક્ટોબર 2004 ના રોજ, વીરપ્પનનું અવસાન થયું હતું.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
