Site icon News Continuous Bureau | Mumbai

Special Trains: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર

Special Trains: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર કરવામાં આવ્યો છે.

Change in Terminal Station of Okha-Delhi Sarai Rohilla Special Trains

Change in Terminal Station of Okha-Delhi Sarai Rohilla Special Trains

News Continuous Bureau | Mumbai 

Special Trains: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લા ને બદલે દિલ્હી કેન્ટ જશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

       ટ્રેન ( Okha-Delhi Sarai Rohilla Special Train ) નંબર 09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024 થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખા થી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024 થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  National Organ Donation Day: અંગદાનમાં અગ્રેસર બનતુ સુરત, દિલ્હી ખાતે સુરત સિવિલની ટીમને અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત.

       નોંધનીય છે કે દિલ્હી કેન્ટ ( Delhi Cantt ) સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

       ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version