Site icon News Continuous Bureau | Mumbai

હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે રાજકીય વાતાવરણ(Political environment) વધુ ગરમાઈ રહ્યું છે. શિવસેનામાં(Shiv Sena) બળવો કરી ભાજપની(BJP) મદદથી મુખ્ય પ્રધાન(Chief Minister) બનેલા એકનાથ શિંદે(Eknath Shinde) દ્વારા ઔરંગાબાદમાં(Aurangabad) ગઈકાલે અનાવરણ કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું(Statue of Chhatrapati Shivaji Maharaj) આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસએ(NCP) શુદ્ધિકરણ કર્યું છે.

Join Our WhatsApp Channel

ઔરંગાબાદમાં  ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા(Dr. Babasaheb Ambedkar ) યુનિવર્સિટીમાં(Marathwada University) છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા બનાવવામાં આવી છે. ગઈકાલે શિંદે દ્વારા પ્રતિમાનું અનાવરણ (Unveiling) કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે રાષ્ટ્રવાદી યુવા કોંગ્રેસ(Nationalist Youth Congress) તરફથી પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું..

ગદ્દાર મુખ્યમંત્રી દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હોવાની નારેબાજી NCP યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી. ત્યાર બાદ NCPએ દાવો કર્યો હતો કે પ્રતિમાને દૂધનો અભિષેક કરીને તેને શુદ્ધ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ બાદ હવે હૈદરાબાદમાં અમિત શાહની સુરક્ષામાં ચૂક- TRS નેતાએ કાફલાને રોકવાનો કર્યો પ્રયાસ- જુઓ વિડીયો

છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ગઈકાલે મરાઠવાડા યુનિવર્સિટીના પરિસરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. અગાઉ આ સમારોહના આમંત્રણ પત્રિકામાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે અને અન્ય ઘણા નેતાઓના નામ ન હોવાથી વિદ્યાર્થી સંઘ આક્રમક બન્યું હોવાનું જોવા મળ્યું હતું.
બહુપ્રતિક્ષિત પ્રતિમાના અનાવરણ માટેના આમંત્રણ કાર્ડને(Invitation card) લઈને વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી (Union Minister of State for Railways) રાવસાહેબ દાનવે(Rao Saheb Danve,), કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કરાડ(Union Minister of State for Finance Dr. Bhagwat Karad), રોહ્યો મંત્રી સંદિપન ભુમરે(Minister Sandipan Bhumre), મંત્રી અબ્દુલ સત્તાર(Minister Abdul Sattar), ઉદય સામંત(Uday Samant), અતુલ સેવની અગ્રણી હાજરી તરીકે ઉલ્લેખ છે. જોકે, વિધાન પરિષદના(Legislative Council) વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેનું નામ પેપરમાં નહોતું. આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોને પણ આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા ન હોવાના કારણે વિવાદ સર્જાયો હતો.

 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version