Site icon

Chhattisgarh: MP બાદ છત્તીસગઢમાં પણ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9ના મોત, હજી પણ એન્કાઉન્ટર ચાલુ..

Chhattisgarh: ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામ નજીકના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે આ એન્કાઉન્ટર શરુ થયું હતું, નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી ત્યારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું..

Chhattisgarh Big action against Naxalites in Chhattisgarh after MP, 9 dead in encounter so far, encounter still going on..

Chhattisgarh Big action against Naxalites in Chhattisgarh after MP, 9 dead in encounter so far, encounter still going on..

News Continuous Bureau | Mumbai 

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બીજાપુર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ( Security forces ) ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા હતા. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશનમાં અત્યાર સુધીમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ અનુસાર, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામ નજીકના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે આ એન્કાઉન્ટર ( Encounter )  શરુ થયું હતું, નક્સલવાદી ( Naxalite ) ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી ત્યારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું..

 બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે..

આમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન ( COBRA ) ની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. તેમજ ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક લાઇટ મશીનગન અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. જો કે, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલી અને લેંદ્રાના જંગલોમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Rally in Rudrapur: પીએમ મોદીનું ઉત્તરાખંડથી મોટું એલાન, ત્રીજા કાર્યકાળમાં દરેક ઘરને મળશે મફત વીજ પુરવઠો..

ઉલ્લેખનીય છે કે, બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. જેને લઈને ત્યાંના સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે. બીજી તરફ, મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) બાલાઘાટ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં બે ઈનામી નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

કેરહારી જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. બાદમાં પોલીસે આ વિસ્તારની શોધખોળ શરૂ કરી હતી અને બે નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા, માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ થતાં બંને પર મોટી ઈનામી રકમ જાહેર કરવામાં આવી હતી, તે જાણવા મળ્યું હતું. તેમજ પોલીસને ઘટનાસ્થળ પરથી એક AK-47 રાઈફલ, 12 બોરની રાઈફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. હાલ આ વિસ્તારમાં સર્ચ હજું ઓપરેશન ચાલુ છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version