News Continuous Bureau | Mumbai
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે આપ બંધ બારણે ખેલ પાડી રહી છે.
ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવા અરવિંદ કેજરીવાલને મળ્યા છે.
આ બેઠકને વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BTP ગઠબંધન થવા જઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે. જેનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડે તેમ છે.
