Site icon

CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે પ્રસાદની હોમ ડિલિવરી માટે કરી આ સેવા શરૂ.

Chief Minister Bhupendra Patel started Full Fulfillment Center service for home delivery of Prasad at Ambaji.

Chief Minister Bhupendra Patel started Full Fulfillment Center service for home delivery of Prasad at Ambaji.

News Continuous Bureau | Mumbai 

CM Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ( Ambaji ) ખાતે જગત જનની મા અંબા ના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ( Prasad ) ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર ( Fulfillment Center ) સેવાની શરૂઆત કરાવી હતી.

રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા ( Online service ) શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ( Devotees )  ઘરે મળી રહેશે.

આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે હવે ફરી થશે ચૂંટણી! ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન ભારે હોબાળો વચ્ચે લીધો આ મોટો નિર્ણય..

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ( Devasthan Trust ) ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Exit mobile version