Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદી સાથેની આજની સમીક્ષા બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાગ લેશે નહીં, આ બે મંત્રીઓ હાજર રહેશે; આ છે કારણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઓમિક્રોન ઉપરાંત, કોરોના સંક્રમણના કેસ પણ સતત વધી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

દેશમાં વધી રહેલી કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દે ચર્ચા કરશે. જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચર્ચામાં ભાગ લેશે નહીં.

મહારાષ્ટ્રમાં મુકવામાં આવેલા પ્રતિબંધો અને શાળાઓ ફરી શરૂ થવાને લઈને હેલ્થ મિનિસ્ટરે આપી દીધું મોટું નિવેદન; જાણો વિગત
 

વડાપ્રધાનની આજની બેઠકમાં મુખ્યમંત્રી હાજર નહીં રહે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર હાજર રહી શકશે નહીં. જોકે આ બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની સ્થિતિ, આરોગ્ય માળખા માટે ચાલી રહેલી તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમેક્રોનના વધતા વ્યાપની સમીક્ષા કરવા માટે રવિવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, તેમણે જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડ પર પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી હતી.

Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
IndiaMyanmar Land Swap શું ભારત મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરશે? અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આવી સ્પષ્ટતા.
Exit mobile version