Site icon News Continuous Bureau | Mumbai

Child Labour : બાળપણની ‘મીઠાશ’ છીનવતી મજૂરીમાંથી મુક્ત કરાયો દસ વર્ષનો બાળક

Child Labour :જિલ્લા બાળ સુરક્ષા એકમને હેલ્પલાઇન ૧૦૯૮ પર એક જાગૃત નાગરિક તરફથી માહિતી મળી હતી કે નરોડા GIDCના એક મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘરમાં એક બાળક અને તરુણ પાસે બિન જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે.

Child Labour Ten-year-old child released from labour

Child Labour Ten-year-old child released from labour

News Continuous Bureau | Mumbai

Child Labour :

Join Our WhatsApp Channel

તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, અમદાવાદ જિલ્લા ટાસ્ક ફોર્સે નરોડા GIDCમાં આવેલા મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘર પર દરોડો પાડીને એક ૧૦ વર્ષના માસૂમ બાળકને મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયો છે.

વિવિધ મીઠાઈઓથી મઘમઘતી ફેક્ટરી વચ્ચે કરમાતું બાળપણ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીના ધ્યાને આવતાં જ આ ત્વરિત કામગીરી કરવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમને હેલ્પલાઇન ૧૦૯૮ પર એક જાગૃત નાગરિક તરફથી માહિતી મળી હતી કે નરોડા GIDCના એક મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘરમાં એક બાળક અને તરુણ પાસે બિન જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે. ઉક્ત માહિતીના આધારે, મદદનીશ શ્રમ આયુક્તના માર્ગદર્શન અને જિલ્લા શ્રમ અધિકારીની આગેવાનીમાં બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સના સભ્યો એવા પોલીસ સ્ટાફ, પ્રયાસ સોસાયટીના કાઉન્સેલર અને જિલ્લા બાળ સુરક્ષા યુનિટના અધિકારીઓએ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ટીમ જ્યારે પહોંચી ત્યારે બાળક અને તરુણ પાસે બિન જોખમી શ્રમ કરાવાઈ રહ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પર હાજર ફેક્ટરી માલિકે બાળકની ઉંમર અંગે સંતોષકારક જવાબ આપ્યો હતો. બાળકના આધાર કાર્ડની તપાસ કરતાં તેની જન્મતારીખ ૨૪/૧૨/૨૦૧૪ હોવાનું જણાયું, જે સ્પષ્ટ કરે છે કે તે ૧૪ વર્ષથી નાનો છે. આ ઉપરાંત એક તરૂણની ઉંમર ૧૬ વર્ષ જણાઈ આવી હતી.

ટાસ્ક ફોર્સના આગેવાન અને સરકારી શ્રમ અધિકારી શ્રી જીગર પટેલે જણાવ્યું કે, બાળકને ત્યાંથી મુક્ત કરાવીને, માલિક વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩ અને ૧૪(૧) હેઠળ કડક કાર્યવાહી કરવા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તરૂણ પાસે મજૂરી કરાવવા બદલ માલિકને નિયમનની નોટિસ આપવામાં આવી છે.

બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ મુજબ, બાળકને હાલ સરસપુરમાં આવેલી પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. બાળકનું અને પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજ આપવામાં આવી છે. બાળકને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડીને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Mumbais Carnac Bridge Reopens :મુંબઈગરાઓ ને મોટી રાહત: કર્ણાક પુલનું મુખ્ય કામ પૂર્ણ, જલ્દી ટ્રાફિક માટે ખુલશે…

ટાસ્કફોર્સમાં અધિકારી શ્રી જીગર પટેલની આગેવાનીમાં શ્રી યજ્ઞેશ પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, શ્રી ઘનશ્યામભાઈ પ્રજાપતિ, આઉટરીચ વર્કર, શ્રી રમેશભાઈ ડાભી આર્મ પોલિસ કોન્સ્ટેબલ, યાસુબખાન પઠાણ આર્મ પોલિસ કોન્સ્ટેબલ તેમજ હિતેન્દ્રભાઈ ડાભી, કાઉન્સેલર ડીસ્ટ્રીક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ પણ જોડાયા હતા.

આવતીકાલે, ૧૨ જૂને, જ્યારે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે બાળકની આ કહાની આપણને સૌને બાળ મજૂરી સામે અવાજ બુલંદ કરવાનો સંદેશ આપે છે.

જો આપણી આસપાસ કોઈ પણ બાળક મજૂરી કરતું દેખાય તો આંખ આડા કાન કરવાને બદલે ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન ૧૦૯૮ પર ફોન કરવો જોઈએ. આપણો એક ફોન કોઈનું બાળપણ બચાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ મજૂરીની સામાજિક બદીને નાથવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી અપનાવી છે. જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરીને છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં છે. કસૂરવાર માલિકો સામે કુલ ૩૯ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૧૯ એફઆઈઆર નોંધવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Exit mobile version