ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
કેરળ હાઈકોર્ટે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પરથી PM મોદીનો ફોટો હટાવવાની માગની અરજીને ફગાવી દીધી છે.
સાથે જ કોર્ટનો સમય વેડફવા બદલ અરજદારને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ ઉપરાંત કોર્ટે અરજદારને દંડની રકમ આગામી છ મહિનાની અંદર જમા કરાવવા હુકમ કર્યો છે.
જો તે નિર્ધારિત દંડ જમા નહીં કરાવે તો કેરળ સ્ટેટ લીગલ સર્વિસિસ અરજદારની સંપત્તિમાંથી આ રકમ પ્રાપ્ત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ પણ આ મામલે સુનાવણી દરમિયાન અરજદારને સવાલ કર્યો હતો કે વેક્સિનના સર્ટિફિકેટમાં વડાપ્રધાનના ફોટોમાં ખોટું શું છે.
હેં! મુંબઈમાં આટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર, મુંબઈ મહાનગરપાલિકાનો ચોંકાવનારો ખુલાસો.જાણો વિગત