Jyotiraditya Scindia: નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ અયોધ્યાથી અમદાવાદની ફ્લાઈટને લીલી ઝંડી આપી

Jyotiraditya Scindia: યુપીમાં ટૂંક સમયમાં વધુ 5 એરપોર્ટ હશે અને 2024ના અંત સુધીમાં જેવરમાં એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ તૈયાર થઈ જશે. વિકાસના બીજા તબક્કામાં મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ 5 લાખ ચોરસ ફૂટ કરવામાં આવશે, તેની ક્ષમતા પણ વધારીને 3000 મુસાફરો સુધી કરવામાં આવશે અને રનવેનું વિસ્તરણ 3700 મીટર કરવામાં આવશે

News Continuous Bureau | Mumbai 

Jyotiraditya Scindia: નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ આજે નવી દિલ્હીથી અયોધ્યા ( Ayodhya) અને અમદાવાદ વચ્ચેની સીધી ફ્લાઇટનું ( Flights ) ઉદઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સાથે અયોધ્યાને અમદાવાદથી અઠવાડિયામાં ત્રણ સીધી ફ્લાઈટ મળે છે. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ઉત્તર પ્રદેશ શ્રી યોગી આદિત્યનાથ ( Yogi Adityanath ) , પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી, ઉત્તર પ્રદેશના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી જયવીરસિંહ ( Jaiveer singh  )  , અયોધ્યાના સાંસદ  શ્રી લલ્લુસિંહ ( Lallusingh  ) અને અમદાવાદના સાંસદ ડો.કિરીટ પ્રેમજીભાઈ સોલંકી ( Premjibhai Solanki )  ઉપસ્થિત રહ્યા હતા.

Civil Aviation Minister Shri Jyotiraditya M Scindia gave the green light to the flight from Ayodhya to Ahmedabad.

Civil Aviation Minister Shri Jyotiraditya M Scindia gave the green light to the flight from Ayodhya to Ahmedabad.

ઈન્ડિગો ( Indigo ) આ રૂટ પર કામ કરશે અને આ ફ્લાઈટ 11 જાન્યુઆરી, 2024થી ( Ahmedabad ) અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ વચ્ચે (અઠવાડિયામાં ત્રણ વખત) નીચે મુજબ શરૂ થશે.

ફ્લાઈટ નં. ક્યાંથી       ક્યાં સુધી ફ્રેક્વન્સી ઉપડવાનો સમય આવવાનો સમય એરક્રાફ્ટ થી પ્રભાવી
6E – 6375 અમદાવાદ અયોધ્યા .2.4.6. 09:10 11:00 એરબસ 11 જાન્યુઆરી, 2024
6E – 112 અયોધ્યા અમદાવાદ .2.4.6. 11:30 13:40

 

નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ તેમના ઉદઘાટન સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અયોધ્યાથી અમદાવાદની સીધી ફ્લાઇટ બંને શહેરો વચ્ચે હવાઈ જોડાણને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, બંને શહેરો સાચા અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું હતું કે, એક તરફ અમદાવાદ ભારતની આર્થિક તાકાતનું પ્રતીક છે, તો બીજી તરફ અયોધ્યા ભારતની આધ્યાત્મિક અને સભ્યતાની કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને શહેરો વચ્ચે હવાઈ જોડાણ આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે, પ્રવાસ અને પ્રવાસનને વિકસાવવામાં પણ મદદ કરશે.”

Civil Aviation Minister Shri Jyotiraditya M Scindia gave the green light to the flight from Ayodhya to Ahmedabad.

આ સમાચાર પણ વાંચો :  India-Maldives Row: ભારત માલદીવ વિવાદ વચ્ચે EaseMyTrip એ ભારત પ્રવાસનને આપ્યું પ્રોત્સાહન અને લોકોને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો શું છે આ સંદેશ..

તેમણે અયોધ્યા એરપોર્ટનાં નિર્માણ માટે જરૂરી જમીન 20 મહિનાનાં વિક્રમી સમયમાં ફાળવવામાં સાથસહકાર આપવા બદલ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનો આભાર પણ માન્યો હતો.

મંત્રીએ એ બાબતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, આ એરપોર્ટ એ પ્રધાનમંત્રીનાં એ વિચારને પૂર્ણ કરે છે કે, એરપોર્ટ એ માત્ર ‘એરપોર્ટ’ જ નથી, પણ આ વિસ્તારનાં લોકાચાર, સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રવેશદ્વાર પણ છે. મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના માળખાનું બાહ્ય માળખું રામ મંદિરથી પ્રેરિત છે અને સુંદર ચિત્રો અને કલાકૃતિઓના માધ્યમથી જે અંતિમ ઈમારત બનાવવામાં આવી છે તેમાં ભગવાન રામની જીવનયાત્રાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

છેલ્લાં 9 વર્ષમાં ઉત્તરપ્રદેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનાં વિકાસ વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વર્ષ 2014માં ફક્ત 6 એરપોર્ટ હતાં અને અત્યારે રાજ્યમાં 10 એરપોર્ટ છે, જેમાં અયોધ્યામાં નવા ઉદ્ઘાટન થયેલા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. આગામી મહિના સુધીમાં યુપીમાં વધુ 5 એરપોર્ટ હશે, જેમાં આઝમગઢ, અલીગઢ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને ચિત્રકૂટમાં એક-એક એરપોર્ટ હશે. આ સિવાય જેવરમાં ૨૦૨૪ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ તૈયાર થઈ જશે. એકંદરે, ભવિષ્યમાં યુપીમાં 19 એરપોર્ટ હશે.

મંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, હાલમાં મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ 6500 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેમાં પીક અવર્સમાં 600 એર પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે જેને વધારીને 50,000 ચોરસ મીટર કરવામાં આવશે અને આગામી તબક્કામાં તેની ક્ષમતા પણ વધારીને 3000 મુસાફરો સુધી કરવામાં આવશે. એ જ રીતે 2200 મીટર લાંબા રનવેને 3700 મીટર સુધી વધારવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે મોટા વિમાનો પણ અયોધ્યાથી જ દોડી શકે.

મંત્રીએ નાગરિક ઉડ્ડયનમાં યુપી સરકારના કામની પણ પ્રશંસા કરી હતી કારણ કે છેલ્લા 9 વર્ષમાં હવાઈ જોડાણમાં તીવ્ર વધારો થયો છે. રાજ્ય 2014 માં ફક્ત 18 શહેરો સાથે જોડાયેલું હતું અને હવે તે 41 શહેરો સાથે જોડાયેલું છે. એ જ રીતે, રાજ્યમાં 2014માં સાપ્તાહિક ધોરણે માત્ર 700 ફ્લાઇટ્સની અવરજવર હતી, જે હવે વધીને દર અઠવાડિયે 1654 ફ્લાઇટ મૂવમેન્ટ થઇ ગઇ છે.

પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મહર્ષિ વાલ્મીકિ અયોધ્યા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો વિકાસ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા બદલ શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, અયોધ્યાથી આ નવી હવાઈ જોડાણ પ્રવાસન, વેપાર અને રોકાણનાં વધુ માર્ગો ખોલશે.

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં સરકારી ઈ માર્કેટપ્લેસ(GeM)

આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી વુમલુનમંગ વૌલાનમ, જોઇન્ટ સિક્રેટરી શ્રી આસુંગબા ચુબા આઓ, વિશેષ નિયામક, ઇન્ડિગો, શ્રી આર કે સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version