Site icon

પંજાબના પટિયાલામાં શિવસેનાની રેલી દરમિયાન દંગા ફેલાયા.  પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જાણો સમગ્ર મામલો. 

News Continuous Bureau | Mumbai

પંજાબના(Punjab) પટિયાલામાં(Patiala) જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી મુજબ શિવસેનાની(Shivsena) માર્ચને લઈને તણાવ થયો હતો. જુલૂસ માં ખાલિસ્તાન(khalistan) જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસના અનેક જવાનો ઘાયલ થયા છે.  શિવસૈનિકો ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચ કાઢી રહ્યા હતા. ત્યારે જ ખાલિસ્તાન સમર્થકોએ આ માર્ચનો વિરોધ કર્યો. જોત જોતામાં બંને જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ થવા લાગ્યું. કેટલાક ખાલિસ્તાની સમર્થકો લંગર ભવન પર ચડીને પથ્થરમારો કરવા લાગ્યા.  સ્થિતિ બગડતા જોઈને ત્યાં ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસે હાલાત કંટ્રોલમાં લેવા માટે અનેક રાઉન્ડ હવાઈ ફાયર પણ કરવા પડ્યા. કહેવાય છે કે એક સંગઠને જ્યાં પોલીસ પર પથ્થરમારો કર્યો તો બીજા સંગઠને પોલીસ પર તલવારથી હુમલો કર્યો.  બંને સંગઠન ફવ્વારા ચોક તરફથી સરઘસ કાઢવા માંગતા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે બંનેની પાસે ત્યાં જવાની મંજૂરી નહતી. આ બબાલમાં એક એસએચઓના(SHO) ઘાયલ થયાના સમાચાર છે. પોલીસના ત્રણ-ચાર જવાન ઘાયલ થયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વિચિત્ર બનાવ. કર્ણાટકમાં બાળક આઈસ્ક્રીમ બોક્સમાં સંતાઈ જતા ૨ બાળકીનું મોત.

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version