Site icon

Gujarat Road Development: ગ્રામીણ જનસુવિધા હિતલક્ષીને CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ગામડાના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા ફાળવશે આટલા કરોડ રૂપિયા.

Gujarat Road Development: ગુજરાતના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત, ટકાઉ અને બારમાસી માર્ગો પુરા પાડવાનો જનહિતલક્ષી નિર્ણય. ગ્રામીણ વિસ્તારોના ૧૦૨૦ કિ.મી. લંબાઈના ૭૮૭ માર્ગોને. કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી

CM Bhupendra Patel in interest of rural public amenities, will allocate so many crores of rupees for the construction of concrete roads in the villages.

CM Bhupendra Patel in interest of rural public amenities, will allocate so many crores of rupees for the construction of concrete roads in the villages.

News Continuous Bureau | Mumbai 

Gujarat Road Development:  ​મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

ગુજરાતના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.

​મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.

એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની  લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ ( Concrete Road ) બનશે.

આ સમાચાર પણ વાંચો : Special Train: યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે લીધો નિર્ણય , વિશેષ ભાડા પર ચલાવશે આ વન-વે સ્પેશિયલ ટ્રેનો

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ ( Rural Roads ) વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.

​આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version