Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં ઈઝ ઓફ લિવિંગની વૃદ્ધિને વ્યાપક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Bhupendra Patel: ૬ નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં ૧૦૯ કામો માટે રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી. *સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ૪૨,૭૨૬ કામો માટે રૂ. ૩૬૯૨.૪૨ કરોડની મંજૂરી આપવામાં આવી

CM Bhupendra Patel's important decision to expand the growth of ease of living in the cities of the state

CM Bhupendra Patel's important decision to expand the growth of ease of living in the cities of the state

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં ( Ease of Living ) વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં (  Private Society Public Participation Scheme ) ૬ નગરો માટે રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Community

રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ અને જનસુવિધાના કામો માટે ગુજરાત ( Gujarat ) રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( Chief Minister Urban Development Scheme ) તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી છે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક ઘટક તરીકે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ૨૦૧૨થી કાર્યરત છે.

ખાનગી સોસાયટી જનભાગીદારીની આ યોજના અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ તેમના વિસ્તારની ખાનગી સોસાયટીમાં રસ્તા, પેવરબ્લોક, પાણીની લાઈન, ગટરલાઈન, સ્ટ્રીટ લાઈન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ તથા સોસાયટીઓમાં કોમન પ્લોટમાં પેવરબ્લોક નાખવાના કામો હાથ ધરી શકે છે.

આ માટે ૭૦ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી, ૨૦ ટકા જે-તે ખાનગી સોસાયટીનો ફાળો તેમજ ૧૦ ટકા સ્થાનિક સંસ્થાનો ફાળો એમ ગ્રાન્ટ ફાળવણીથી કામો કરવામાં આવતા હોય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા ૬૪ કામો માટે રૂ. ૩.૧૭ કરોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૨૦ કામો માટે રૂ. ૬.૬૫ કરોડ સહિત પાટણમાં ૧૧ કામો માટે રૂ. ૬૧.૯૫ લાખ, વિરમગામમાં બે કામો માટે રૂ. ૨૧.૬૪ લાખ તેમ જ જસદણમાં રૂ. ૧૧.૦૯ લાખ મળીને કુલ ૧૦૯ કામો માટે સમગ્રતયા રૂ. ૧૦.૭૭ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Natural Farming: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૨,૭૨૬ કામો માટે રૂ. ૩૬૯૨.૪૨ કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ૧૦૯ કામો ૬ નગરપાલિકાઓમાં મંજૂર કરીને રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણી કરવા સૈદ્ધાંતિક અનુમોદન આપતાં આ ૬ નગરોમાં ખાનગી સોસાયટીઓનાં જનહિત કામો હાથ પર લઈ શકાશે.

એટલું જ નહીં, નગરપાલિકા, મહાનગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં આ યોજનાના કામો માટે અંદાજિત ખર્ચના ૭૦ ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાતી તેમાં પ્રત્યેક લાભાર્થી કુટુંબ દીઠ રૂ. ૨૫,૦૦૦ ની સહાય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ વિભાગે આ સહાય મર્યાદા પણ જૂન-૨૦૨૩ થી દૂર કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version