Site icon

CM Bhupendra Patel : CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય, ગુજરાતમાં સાંકડા પુલ – સ્ટ્રક્ચર્સને પહોળા કરવા આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર

CM Bhupendra Patel : ગુજરાતમાં સાંકડા પુલ - સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા. ગુજરાતના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સના વાઇડનીંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે

CM Bhupendra Patel's important public-oriented decision, sanctioned crores of rupees to widen narrow bridge-structures in Gujarat

CM Bhupendra Patel's important public-oriented decision, sanctioned crores of rupees to widen narrow bridge-structures in Gujarat

News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.  

Join Our WhatsApp Community

તદઅનુસાર  માં 20 જેટલા માર્ગો-રસ્તાઓ ( Gujarat Roads ) પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને ( Narrow bridge-structures ) રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ ( Road Widening ) કરવાની કામગીરી હાથ ધરશે.

ગુજરાતમાં ( Gujarat  ) કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. 

આ સમાચાર પણ વાંચો :  Mithun Chakraborty Narendra Modi: મિથુન ચક્રવર્તી થશે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત, PM મોદીએ અભિનેતાને પાઠવ્યા અભિનંદન.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની ( Traffic Jam ) સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુસર આ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે.

મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version