Site icon

Devendra Fadnavis: દિવાળી પહેલા મોટી ખુશખબરી! ફડણવીસ સરકારે અધિકારીઓ માટે કરી ખાસ જાહેરાત, રાજ્યભરમાં ઉત્સવનો માહોલ

મહારાષ્ટ્રમાં મહેસૂલ વિભાગના 22 ડેપ્યુટી કલેક્ટરોને વધારાના જિલ્લા કલેક્ટરના પદ પર અને 23 વધારાના જિલ્લા કલેક્ટરોને પસંદગી શ્રેણીની બઢતી મળી.

Devendra Fadnavis દિવાળી પહેલા મોટી ખુશખબરી! ફડણવીસ સરકારે અધિકારીઓ માટે

Devendra Fadnavis દિવાળી પહેલા મોટી ખુશખબરી! ફડણવીસ સરકારે અધિકારીઓ માટે

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis રાજ્યમાં દિવાળીનો ઉત્સાહ ચરમસીમાએ છે ત્યારે, સરકારી તંત્રમાં પણ જશ્નનો માહોલ સર્જાયો છે. ગઈકાલે મળેલી બેઠક બાદ એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આનાથી મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના ચહેરા પર સંતોષ અને આનંદનું હાસ્ય છવાયું છે.મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ અધિકારીઓને આપેલી આ “દિવાળી ભેટ” હાલમાં પ્રશાસનમાં ચર્ચાનો વિષય બની છે.

Join Our WhatsApp Community

અધિકારીઓને ડબલ લાભ

રાજ્યના લગભગ 22 ડેપ્યુટી કલેક્ટરોને વધારાના જિલ્લા કલેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી છે. આ સાથે જ મહેસૂલના 23 વધારાના જિલ્લા કલેક્ટરોને પસંદગી શ્રેણીની બઢતી જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ

IAS તરફનો રસ્તો મોકળો

આ સાથે એક મહત્વપૂર્ણ તબક્કો પાર થયો છે; આ 23 અધિકારીઓનો IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પદ તરફ જવાનો માર્ગ પણ મોકળો થયો છે. મંત્રી બાવનકુળેએ બઢતી મેળવનારા તમામ અધિકારીઓને અભિનંદન આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે “પ્રશાસનની કાર્યક્ષમતામાં વધુ વેગ આવશે.”

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version