Site icon

CM Trolled: અર્થનો અનર્થ.. આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીની જીભ લપસી, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી દીધી શ્રદ્ધાંજલિ.. જુઓ વિડીયો

CM Trolled: રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જગ્યાએ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને શ્રદ્ધાંજલિ આપતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

CM Trolled What Happened Because Of... CM Got Trolled Due To Slip Of Tongue, Paid Tribute To PM Modi

CM Trolled What Happened Because Of... CM Got Trolled Due To Slip Of Tongue, Paid Tribute To PM Modi

News Continuous Bureau | Mumbai

CM Trolled: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee ) ની જન્મજયંતિ પર વિકાસ ભારત સંકલ્પ યાત્રા ( Bharat Sankalp Yatra )ની સભામાં ભાષણ આપતી વખતે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ( CM Bhajanlal Sharma ) ની જીભ લપસી ( Tongue Slip ) જવાથી અર્થનો અનર્થ થઇ ગયો હતો અને તેમણે પૂર્વ વડાપ્રધાનને બદલે વર્તમાન વડાપ્રધાન ( PM Modi ) ને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડી જ વારમાં મુખ્યમંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

જયપુર નજીકના અજયરાજપુરા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભા દરમિયાન મુખ્યમંત્રી શર્મા વડાપ્રધાન વાજપેયીના સમયમાં શરૂ થયેલી યોજનાઓની પ્રશંસા કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ ભૂલ કરી અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા.

જુઓ વિડીયો 

PM મોદીને આપી શ્રદ્ધાંજલિ 

મુખ્યમંત્રીએ કહ્યું- વાજપેયીએ 1998માં રાજસ્થાન ( Rajasthan ) માં પરમાણુ વિસ્ફોટ કરીને વિશ્વની સામે ભારતની તાકાત દર્શાવવાનું કામ કર્યું હતું. આવા સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું.

આ સમાચાર પણ વાંચો : અરબાઝ ખાને શેર કરી તેના નિકાહ ની અંદરની તસવીરો, આનંદિત જોવા મળ્યો પૂરો ખાન પરિવાર

રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પૂર્વ પીએમ અજલ બિહારી વાજપેયીની જગ્યાએ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને શ્રદ્ધાંજલિ આપતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Exit mobile version