Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી આ સમસ્યા; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આજે ઇમરજન્સી સર્જરી કરવામાં આવી છે.  થોડા દિવસો પહેલા સીએમ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. તે સ્વસ્થ થઈ રહ્યા હતા પરંતુ અચાનક તેમની કરોડરજ્જુમાં લોહી ગંઠાઈ જવાની વાત સામે આવતાં જ ડોક્ટરોએ તેમની ઈમરજન્સી સર્જરી કરવી પડી.  

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ ઠાકરેની કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠાને કારણે, ડોકટરોએ ફરી એકવાર સર્જરી કરવી પડી હતી, જેથી લોહીના ગઠ્ઠાને દૂર કરી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેની બીજી સર્જરી ગુરુવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના 18મા માળે આવેલા સ્પેશિયલ ઑપરેટિંગ થિયેટરમાં કરવામાં આવી હતી. તેમની સર્જરીનું નેતૃત્વ  સ્પાઇન સર્જન ડૉ. શેખર ભોજરાજ અને હૃદયરોગના નિષ્ણાત ડૉ. અજીત દેસાઈએ કર્યું હતું. હાલ એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

મુંબઈગરાઓ માટે સારા સમાચાર, મુંબઈની આ ખાનગી હોસ્પિટલ આપી રહી છે દરેકને વિનામુલ્યે કોરોના વેક્સિન; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. પરેશાનીના કારણે તે લોકો સાથેની મુલાકાત પણ ઓછી કરી રહ્યા હતા. દિવાળીના દિવસે તેઓ ભાગ્યે જ તેમના વર્ષા બંગલામાં મુલાકાતીઓને મળતા હતા. જ્યારે સીએમ ઠાકરેને દુખાવો વધી ગયો, ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. તેમની પહેલી સર્જરી 12 નવેમ્બરે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version