Site icon News Continuous Bureau | Mumbai

દમનમાં બીચ પર ડૂબતા બેને કોસ્ટ ગાર્ડે બચાવ્યા- જુઓ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના ફોટા-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) (ICG) એ દમણના(Daman) જંપોર બીચ(Jampore Beach) પર દરિયામાં ફસાઈ ગયેલા એક વ્યક્તિને બચાવી લીધો છે અને અન્ય એકની શોધખોળ ચાલુ હોવાનું સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) શુક્રવારે જણાવ્યું હતું. ગુરુવારે સાંજે આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને(air station) સ્થાનિક વહીવટીતંત્ર(Administration) તરફથી ગુરુવારે સાંજે 6 વાગ્યે  માહિતી મળી હતી કે બે માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. કોસ્ટ ગાર્ડ તરફથી હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજાની શોધ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-રાજનાથ સિંહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો- કહી આ વાત

મુંબઈના ડિફેન્સના પીઆરઓ ડિપાર્ટમેન્ટ(PRO Department of Defense) તરફથી સોશિયલ મીડિયા(Social media) પર ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામા આવ્યું હતું કે "#દમણ ખાતેના #CoastGuard Air Stn ને 16 જૂનના રોજ સાંજે 6 વાગ્યે સ્થાનિક એડમિન પાસેથી માહિતી મળી કે 02 માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. તરત જ એક સીજી ચેતક હેલિકોપ્ટર લોંચ(CG Chetak Helicopter Launch) કરવામાં આવ્યું અને 01 ને  બચાવામાં આવ્યો છે. બીજા વ્યક્તિની શોધ ચાલુ છે.

દમણ અને દીવ(Diu) અને દાદરા અને નગર હવેલી એક કેન્દ્રશાસિત પ્રદેશ(Union Territory) છે. દમણ મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર આવેલું છે.
 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version