Site icon

મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી

Cold wave in Mumbai, temperature dips

મુંબઈ વાસીઓને રવિવારની રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થયો. તાપમાનમાં ઘટાડો!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે. મંગળવારની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સવારે છ વાગ્યે વેન્ના તળાવ પાસે તાપમાન માત્ર એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતું.  આગામી બે-ત્રણ દિવસમાં વરસાદના કારણે ઠંડીમાં પણ ચમકારો જોવા મળશે. એવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. 

 

મુંબઈ અને કોંકણ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નાંદેડ, વાશિમ અને સોલાપુર જેવા જિલ્લાઓમાં પણ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી સુધી તાપમાનમાં વધુ ઘટાડો થશે. બુધવારે મુંબઈમાં તાપમાન લઘુત્તમ ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો તે ૨૯ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. વધુ પડતી ઠંડીના કારણે સાતપુરાના ગાઢ અને દુર્ગમ જંગલોની આસપાસના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.

શું મુંબઈના યુવાનો બની રહ્યા છે ડાયાબિટીઝનો ભોગઃ એક લાખ સામે આટલા ટકા લોકોને ડાયાબિટીસ, પાલિકાના સર્વેક્ષણમાં આવી ચોંકાવનારી વિગત

ભારે ઠંડીના કારણે લોકો બહાર જવાનુ પણ ટાળી રહ્યા છે. નાગપુર સહિત સમગ્ર રાજ્યમાં હાલ શીત લહેર અનુભવાઈ રહી છે. વિદર્ભમાં પણ ઠંડી વધી છે પરંતુ અહીં કમોસમી વરસાદની અસર વધુ છે. નાગપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે માત્ર તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો નથી, પરંતુ રવિ પાકને પણ મોટું નુકસાન થયું છે. વિદર્ભ અને મરાઠવાડામાં કમોસમી વરસાદને કારણે લગભગ ૨ લાખ હેક્ટર ખેતીનો નાશ થયો છે. 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version