ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ઉત્તર ભારતથી આવતી શીત લહેરની અસરના પગલે હાલ મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે.
મહારાષ્ટ્રના 'મિની કાશ્મીર' તરીકે જાણીતા મહાબળેશ્વર તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજે મહાબળેશ્વર નજીકના વેણ્ણા સરોવર પાસે ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે.
તાપમાન શૂન્ય ડિગ્રી સુધી ગગડી જતાં મહાબળેશ્વરમાં પ્રવાસીઓ ફૂલગુલાબી ઠંડીની મજા લેતા જોવા મળ્યા હતા.