Site icon

Bhupendra Patel RTI: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, આ વિષય ઉપર યોજાયેલા સેમીનારમાં RTI એક્ટની લઘુપુસ્તિકાઓનું કરાયું વિમોચન.

Bhupendra Patel RTI: નાગરિકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ પહોંચાડી કોઈ ફરિયાદનો અવકાશ જ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પારદર્શી વહીવટથી સરકારમાં જન-જનનો વિશ્વાસ વધ્યો છે. નાગરિકોને યોજનાઓનો લાભ ઘર બેઠા મળે તેવી સરકારની નેમ છે. સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલી ઓપન હશે એટલા ગ્રિવન્સીસ ઘટશે. આર.ટી.આઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બનવાની સાથે સરકારમાં પારદર્શકતા વધી છે: મુખ્ય માહિતી કમિશનર શ્રી હીરાલાલ સામરીયા. મુખ્યમંત્રી ના વરદહસ્તે આર.ટી.આઇ. એક્ટની ત્રણ લઘુપુસ્તિકાઓનું વિમોચન કરાયું

Commencement of RTI week celebrations under the chairmanship of CM Bhupendra Patel

Commencement of RTI week celebrations under the chairmanship of CM Bhupendra Patel

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel RTI: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ, જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે.  

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં NFSU કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણીના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતાં. 

આ અવસરે મુખ્યમંત્રી એ ( Bhupendra Patel ) જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજનોને ઘરે બેઠા યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વ્યવસ્થાના ભાગરૂપે નાગરિકોને સેચ્યૂરેશન એટલે કે ૧૦૦ ટકા લાભ મળે એવો સરકારનો પ્રયાસ છે. 

પોતાને મળતા લાભો કઈ રીતે મળશે એ અંગેના નિયમો-કાર્નીયપદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ. નાગરિકોને ઘર આંગણે પારદર્શી રીતે સેવા મળશે તો આર.ટી.આઈ. ( RTI ) અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, સરકાર વધુને વધુ કઈ રીતે લોકોપયોગી થઈ શકે તે માટે હરહંમેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્ન કર્યો છે. એટલે જ તેમના પર દિનપ્રતિદિન નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે. 

મુખ્યમંત્રી એ જણાવ્યુ કે, સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલા ઓપન થશે એટલા ગ્રિવન્સીસ ઘટશે. લોકશાહીમાં હક અને ફરજો બંને સામેલ છે. હક્કની સાથે આપણી ફરજો નિભાવવી એ પણ એટલુ જ અગત્યનું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. 

ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી એ જણાવ્યુ કે, વર્ષ ૧૯૯૫માં ગુજરાતનું ( Gujarat Government ) બજેટ ૨૬થી ૩૦ હજાર કરોડ હતું જે આજે ૩.૩૨ લાખ કરોડ રૂપિયા થયું છે. સરકારી યોજનાનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. આ સ્થિતિમાં નાગરિકોનો સહયોગ મળે તે પણ જરૂરી છે. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોઈ રાગ-દ્વેષના સ્થાને તંદુરસ્ત હરિફાઈ થાય તે જરૂરી છે. વિકસિત ભારત માટે એક થઈને કાર્ય કરવું પડશે.

ગુજરાતે વાવાઝોડા સામે એકસંપ થઈ કરેલા સામુહિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વાવાઝોડા સમયે પ્રજાજનો, જનપ્રતિનિધિઓ અને સરકારી તંત્રએ કરેલા કાર્યને દેશ-દુનિયાએ પણ વખાણ્યુ છે અને સામુહિક પ્રયાસોથી આપત્તિનો સામનો કરવામાં સફળતા મળી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત એકસંપથી આગળ વધશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરીયાએ ગુજરાત સરકારની ( Gujarat  ) આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આર.ટી.આઇ. એક્ટની અરજદારોને સુગમતા આપવાની ગુજરાત માહિતી આયોગની કામગીરીને બીરદાવી હતી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત સમગ્ર દેશમા સામાન્ય નાગરિકને પણ માહિતી મેળવવાનો અધિકાર મળે જેથી તંત્ર અને લોકો વચ્ચે પારદર્શિતાથી સરકાર પર વિશ્વાસ વધે છે. પવિત્ર આર.ટી.આઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બની છે અને સરકારમાં પારદર્શકતા વધી છે. સરકારના તમામ વિભાગોએ માહિતી પોતાની વેબસાઈટ પર મુકવી જોઈએ તેમ શ્રી સામરિયાએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Emergency Call Box: અમદાવાદ પોલીસની મોટી પહેલ, મુશ્કેલીમાં લોકોની મદદ માટે આ પ્રોજેક્ટ હેઠળ લગાવાયા 205 ઈમરજન્સી કોલ બોક્સ.

વધુમાં શ્રી સામરિયાએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા લોકો આર.ટી.આઈ એક્ટથી અજાણ છે. તેમના માટે આર.ટી.આઈને લગતી માહિતી સામાન્ય નાગરિકને મળી રહે તે માટે વિવિધ સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરી તેમને માહિતગાર કરવા જોઈએ.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈના કાયદા થકી નાગરિકોને સરકાર જોડેથી માહિતી મળવી સરળ બની છે. આર.ટી.આઈના કાયદાની અમલવારી થકી સરકારે ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. રાજ્યમાં ૪૦ હજાર જેટલા માહિતી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. માહિતી આયોગે આધુનિક ટેકનોલોજીની મદદથી ૨૫૦૦થી વધારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. માહિતી આયોગ દ્વારા તમામ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો અભિગમ રાખવામાં આવે છે. માહિતી આયોગ દ્વારા અપીલ, ફરિયાદ અને તેની સ્થિતિની સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે ૧૧ હજારથી વધુ જાહેર સત્તામંડળો ફરજ બજાવી રહ્યા છે. 

આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત માહિતી આયોગ, સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, “Launching Ceremony of Right to Information week celebration in Gujarat” વિષય ઉપર યોજાયેલા એક દિવસીય સેમીનારમાં આર.ટી.આઇ. એક્ટની ( RTI Act ) ત્રણ લઘુપુસ્તિકાઓનું મુખ્યમંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. 

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય માહિતી કમિશનરો શ્રી સુબ્રમણિયમ ઐયર, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી નિખિલભાઈ ભટ્ટ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નાગરિક સંગઠનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વર્ચ્યૂઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો : Ashwini Vaishnaw Nashik: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી નાસિકની મુલાકાત, લોકો નિરીક્ષકો સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version