Site icon News Continuous Bureau | Mumbai

મહાવિતરણની સરાહનીય કામગીરી; રાજ્યના ૧૫ હજારથી વધુ વસ્તી ધરાવતા ૨૫૪ શહેરોમાં ગત્તી ગુલ થવાનું ટેન્શન જ ગુલ થઈ ગયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્રમાં 15,000 થી વધુ વસ્તી ધરાવતા ૨૫૪ શહેરોના વીજ ગ્રાહકોને હવે 'બત્તી ગુલ' થવાનું ટેન્શન જ ગુલ થઈ ગયું છે. એમ.એસ.ઇ.ડી.સી.એલ. એકીકૃત ઊર્જા વિકાસ યોજના હેઠળ રૂ. 2,300 કરોડના ખર્ચે શહેરની આંતરિક વીજ પ્રણાલીને સશક્તિ અને વિસ્તૃત કરી છે. પરિણામે હવે આ શહેરના 1 કરોડ 15 લાખ વીજ ગ્રાહકો અવિરત વીજ પુરવઠો મેળવી શકશે.

કેન્દ્ર સરકારે રાજ્યોને એકીકૃત ઊર્જા વિકાસ યોજના હેઠળ વીજ પ્રણાલીને સક્ષમ કરવા નિર્દેશ આપ્યો હતો. તદનુસાર, એમએસઇડીસીએલે 254 શહેરોમાં પાવર સિસ્ટમ્સનું સશક્તિકરણ, વિસ્તરણ, આધુનિકીકરણ અને ભૂમીગત પાવર લાઈન નાખવાનું કામ માત્ર પંદર મહિનામાં પૂર્ણ કર્યું છે. સૂચિત 120 નવા સબસ્ટેશનોમાંથી 119 સબસ્ટેશનો શરૂ કરાયા છે અને 100 સબસ્ટેશનની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

જે પોલીસ ન કરી શકી તે કોરોના કરશે. અનેક મોટા નક્સલવાદી નેતાઓને કોરોના થયો…

ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ભૂગર્ભ લાઇનો છે. નાના શહેરોમાં વીજપ્રવાહ ખંડિત થવાના કિસ્સા ઓછો કરવા માટે, એમએસઇડીસીએલે ઓવરહેડ પાવર લાઇનોનું નેટવર્ક ઘટાડીને વધુ ભૂગર્ભ વીજ લાઇનો નાખવાની પર ભાર મૂક્યો છે. તદનુસાર, દેશમાં સૌથી વધુ 4,364 કિલોમીટર લાંબી ભૂગર્ભ વીજ લાઇનો નાખવાનું કામ પૂર્ણ થયું છે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version