Site icon News Continuous Bureau | Mumbai

ખાનગી સ્કૂલની વધી ગયેલી ફીની સમસ્યાનું નિરાકરણ લાવવા સમિતિની રચના, વાલીઓની ચિંતા દૂર કરશે બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના મહામારીને પગલે દોઢ વર્ષથી સ્કૂલોમાં ઑનલાઇન ભણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખાનગી શાળાઓએ તેમની સ્કૂલની ફીમાં ધરખમ વધારા કર્યા છે. એની સામે વાલીઓનો વિરોધ છે. ખાનગી શાળાની ફીના માળખાને લઈને વાલીઓ તથા સ્કૂલના સંચાલકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનો ઉકેલ લાવવા માટે  મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થા અધિનિયમન અંતર્ગત મુંબઈ હાઈ કોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ. ઢવળેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય પુનઃનિરીક્ષણ સમિતિ નીમી છે. તમામ સમિતિઓના સેક્રેટરીઓને તેમનું કામ વહેલી તકે પતાવી દેવાનું કહેવામાં આવ્યું છે. વાલીઓની ફી સંબંધિત ફરિયાદનું નિવારણ કરવાની જવાબદારી આ સમિતિની હશે.

મહારાષ્ટ્રમાં આ ભાગોમાં આઠમાથી બારમા ધોરણ માટે શાળા શરૂ; આ છે નિયમાવલી, જાણો વિગત

રાજ્યસ્તરીય સમિતિનું મુંબઈમાં ચર્ની રોડસ્થિત જવાહર બાલભવનમાં કામ ચાલી રહ્યું છે. એથી વાલીઓ અહીં આ સમિતિનો સંપર્ક સાધી શકે છે. 022-2360081, 2363 0090 તથા 2363 0086 ફોન નંબર પર સંપર્ક સાધી શકાશે તેમ જ ઈ-મેઇલ dydemumbai@yahoo.com પર પણ સંપર્ક કરી શકાશે.

Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Exit mobile version