Site icon

30 કિલો સોના તસ્કરી મામલામાં કેરળના મુખ્યમંત્રીની ઓફિસ સંડોવાઈ… જાણો શું છે મામલો!!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

કેરળ

Join Our WhatsApp Community

7 જુલાઈ 2020

કેરળના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી દાણચોરીના 30 કિલો સોના સાથે મુખ્યમંત્રી કાર્યાલય શંકાના ઘેરામાં આવી ગયું છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેરળના મુખ્યમંત્રી ના વિશ્વાસુ મહિલા અધિકારી લાંબા સમયથી સોનાની દાણચોરીમાં સામેલ હતા. પરંતુ, તેમની પોલ હમણાં ખુલી છે. કહેવાય છે કે આ મહિલા અધિકારીને બચાવવા માટે કેરળના મુખ્યમંત્રી કાર્યાલય નો દુરુપયોગ થઈ રહ્યો છે. જેને પગલે કેરળનું રાજકીય વાતાવરણ પણ હવે ગરમાયું છે..

 તિરુવનંતપુરમ્ હવાઈમથકના કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે,  આ 30 કિલો થી વધુનું સોનુ એર કાર્ગો દ્વારા વહન થઈ રહ્યું હતું, તે સમયે ચકાસણીમાં ઝડપાઈ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દાણચોરીના તાર UAE ના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકળાયેલ એક રાજદ્વારી ના માલ વહન સાથે જોડાયેલો છે  કારણ કે આ લોકોને ખબર હતી કે જે તે દેશના રાજદૂતનો સામાનની સામાન્ય રીતે વધુ તપાસ કરવામાં આવતી નથી. આનો ગેરલાભ ઉઠાવી તેઓ સોનાની તસ્કરી કરતા હતા. હવે આ મામલો સામે આવતાની સાથે જ ભાજપે મુખ્યપ્રધાન અને તેમની કચેરી પર લાગેલા આક્ષેપોની ઉચ્ચ સ્તરીય જાંચ કરવાની માંગ કરી છે…  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version