Site icon News Continuous Bureau | Mumbai

ફોન ટેપિંગ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાને લઈને કોંગ્રેસ પ્રદેશધ્યાક્ષ નાના પટોળેએ કરી આ માંગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

સોમવાર,

ફોન ટેપિંગ કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી અને ગૃહ ખાતું સંભાળતા દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવાની માગણી કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ કરી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી રશ્મિ શુક્લા સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફોન ટેપિંગ માટે ગૃહ સચિવની પરવાનગી ફરજિયાત છે. સરકારના વરિષ્ઠ સભ્યના આશીર્વાદ વિના રશ્મિ શુક્લાની હિંમત કરવી અશક્ય છે એવા આક્ષેપ સાથે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે.

પૂણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુકલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ ફોન ટેપિંગના સંદર્ભમાં બોલતા નાના પટોળેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ફોન ટેપિંગ માટે ગૃહ સચિવની પરવાનગી ફરજિયાત છે. મામલાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. 

તો મહારાષ્ટ્રમાં ઉનાળો દઝાડશે, રાજ્યના ઉર્જા પ્રધાને આપ્યો લોડશેડિંગને લઈને આ સંકેત; જાણો વિગત

 નાના પટોળેએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન 2017-18ની સાલમાં મારા, શિવસેના, એનસીપી સહિત અનેક મંત્રીઓ, નેતાઓ, IAS, IPS અધિકારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવામાં આવ્યા હતા. અમારા ફોન ટેપ કરવામાં આવ્યા હતા. મેં વિધાનસભામાં ફોન ટેપિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.

નાના પટોળેએ રવિવારે કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ, ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર કેસોની તપાસ માટે ફોન ટેપિંગ ખાસ પરવાનગી સાથે કરવામાં આવે છે. પરંતુ અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ફોન ટેપ કરીને વ્યક્તિ પર નજર રાખવી એ ગુનો છે અને તે વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. કેન્દ્રની મોદી સરકાર આવી જ રીતે પેગાસસ દ્વારા મંત્રીઓ, રાજકીય નેતાઓ, ન્યાયતંત્ર અને પત્રકારોની જાસૂસી કરતી હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ ઘટનાની તપાસની માંગણી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ તેમના પર કરવામાં આવેલા આરોપને પહેલાથી નકારી ચૂક્યા છે.

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version