ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
એક સમયે શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સાર્વજનિક રીતે આલોચના કરતા હતા. તેમજ તેમની મિમિક્રી કરતા હતા. શિવસૈનિકો ને પણ આ ઘણું પસંદ હતું.પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના બની જતા દરેક વાત ઉંધી થઇ ગઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી જતા શિવસેનાના નેતા સંજય રાઉતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ની હાર એ લોકતંત્ર માટે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે હાલ શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં ગઠબંધન ધર્મ હેઠળ શિવસેનાને એવા સ્ટેટમેન્ટ આપવા પડી રહ્યા છે જે તેમના ભૂતકાળ સાથે સુસંગત નથી.
