Site icon

અયોધ્યામાં મહાજમીન કૌભાંડ: પાંચ મિનિટમા જમીનની કિંમતમાં થયો આટલા કરોડનો વધારો, કોંગ્રેસના આ નેતાએ કર્યો આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

શુક્રવાર.

અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરના આસપાસની જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ અને ખરીદી થઈ  હોવાનો અહેવાલ એક જાણીતા અખબારે બહાર પાડયો છે. આ અહેવાલને પગલે ખળભળાટ મચી ગયો છે, ત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પ્રભુ રામના અયોધ્યામાં મહાજમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે. ફક્ત પાંચ મિનિટમાં જમીનની કિંમત 16.5 કરોડ રૂપિયા કેવી રીતે વધી ગઈ? એવો સવાલ પણ તેમણે કર્યો છે.

 અયોધ્યામાં આ મહાજમીન કૌભાંડ થયું હોવાનું બહાર આવતા જ જાગેલી ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લા પ્રશાસનને તપાસનો આદેશ આપ્યો છે. જોકે તેની સામે પ્રિયંકા ગાંધીએ વાંધો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે અયોધ્યાના જમીન કૌભાંડ બાબતે યોગી સરકાર ગંભીર નથી.

ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યના વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર

મિડિયાના અહેવાલ મુજબ મંદિરના આસપાસના વિસ્તારમાં રહેતા દલિત સ્થાનિક ગ્રામીણ લોકો પાસેથી સરકારી અધિકારી, ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ મેયર, અનેક પોલીસ અધિકારી, બ્યુરોકેટસ સહિત તેમના સગાસંબંધીઓએ પાણીના ભાવે જમીન ખરીદી છે.

BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Exit mobile version