Site icon

કોંગ્રેસને 1.63 લાખ ઓછા અને ભાજપને 1.62 લાખ વધુ મત મળ્યા

જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકોમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મત કરતા આ ચૂંટણીમાં 1.63 લાખ ઓછા મત મળ્યા છે જ્યારે ભાજપને 1,05,696 વધુ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના જિલ્લાના પાંચ સીટ પર લડતા ઉમેદવારોને કુલ 1,76,624 મત મળ્યા છે આપના મતે અનેક રાજકીય નિષ્ણાંતોના ગણિત ઊંધા સીધા કરી દીધા છે આમ ચૂંટણીના પરિણામે ભારે અપસેટ સર્જી દીધો છે

Congress got 1.63 lakh less votes and BJP got 1.62 lakh more votes

કોંગ્રેસને 1.63 લાખ ઓછા અને ભાજપને 1.62 લાખ વધુ મત મળ્યા

ગત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly election) જૂનાગઢ જિલ્લાની પાંચે બેઠકોના કોંગ્રેસ (Congress) ને ઉમેદવારોને કુલ 3,75,575 મત મળ્યા હતા આ વર્ષે 2022 ની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની બેઠકો પર કોંગ્રેસના તમામ ઉમેદવારોના મળી કુલ 2,16,002 મત મળ્યા છે. ગત ચૂંટણી કરતા કોંગ્રેસને 1,63,573 મત ઓછા મળ્યા છે જ્યારે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ (BJP) ના પાંચે ઉમેદવારોના મળી કુલ 2,59,779 મત (Vote) મળ્યા હતા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પાંચે ઉમેદવારોના મળી કુલ 3,21,698 મત મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: પોરબંદર જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસ કરતા આપના ઉમેદવારને વધુ મત મળ્યા

Join Our WhatsApp Community

ગત ચૂંટણી કરતાં ભાજપના તમામ ઉમેદવારોના મળી કુલ 1,05,698 મતમાં વધારો થયો છે પાંચ વર્ષમાં ભાજપને 1,05,696 મત નો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના 1,63,573 મતનો ઘટાડો થયો છે. જુનાગઢ જિલ્લામાં સૌપ્રથમવાર ધમાકેદાર એન્ટ્રી સાથે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને 23 હજારથી લઈને 66000 સુધીના મત મળ્યા છે.  જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીને સૌથી વધુ 66210 મત મળ્યા છે. આ ઉપરાંત માણાવદર જુનાગઢ માંગરોળ વિસાવદર અને કેશોદના મળી કુલ આમ આદમી પાર્ટીને 1,76,624 મત મળ્યા છે. વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના કુલ મળી 2,16,002 મત અને ભાજપના તમામ ઉમેદવારોના મળી કુલ 3,21,698 મત મળ્યા છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version