હિમાચલ પ્રદેશમાં વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસ પાર્ટીના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ ધારાસભ્યોએ ગવર્નર બંડારુ દત્તાત્રેય સાથે કથિતપણે હાથાપાઈ કરી હતી. આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષે તત્કાળ પગલા ઉઠાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ના બજેટ સત્ર પહેલા ગવર્નર નું અભિભાષણ થયું હતું.આ અભિભાષણ થયા પછી ગવર્નર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે વિધાનસભાની લોબીમાં ગવર્નર સાથે હાથાપાઈ થઇ હોવાનું બહાર આવ્યું હતું.
આ શરમજનક ઘટના બાદ હિમાચલ પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ચારે તરફથી આ ઘટનાની ટીકા થઈ રહી છે.
