Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન

News Continuous Bureau | Mumbai 

એવું કહેવાય છે કે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની રાજનીતિથી દિલ્હી(Delhi)ની સત્તા કબજામાં આવે છે. આથી જ એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશ જેની મુઠ્ઠીમાં હોય તે ભારતની ભૂમિ પર રાજ કરે છે. અનેક વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં પોતાની સત્તા જાળવી હતી પરંતુ હવે તેના મૂળ ઉખડી ગયા છે અને છેલ્લો દીપક પણ બુઝાઈ ગયો છે.

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ(Uttar Pradesh Assembly)માં કોંગ્રેસ(Congress) પાર્ટી નો એકમાત્ર ધારાસભ્ય(MLA) હતો જેનું નામ દીપક સિંહ હતું. ગુરુવારના દિવસે ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં તેમના કાર્યકાળ નો અંતિમ દિવસ હતો. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી નો વિધાન પરિષદમાં સફાયો થઈ ગયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ થી પણ ઓછા ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોવાને કારણે હવે ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટી નો કોઈપણ નવો સભ્ય નહીં ચૂંટાય.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે સામે સૌથી મોટો પડકાર- નારાજ સાંસદ સભ્યો નું કહ્યું માનશે કે પછી શરદ પવારનું-  રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપશે

વર્ષ ૧૯૮૯ થી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની પડતી શરૂ થઈ ગઈ. એક સમયે વિધાન પરિષદમાં અડધાથી વધુ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના હતા. સૌથી પહેલા માયાવતી(Mayawati) અને ત્યારબાદ મુલાયમસિંહ યાદવે(Mulayam Singh Yadav) કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટાડવા માંડી. ત્યારબાદ વર્ષ 2017 માં કોંગ્રેસ પાર્ટીના માત્ર બે ધારાસભ્યો વિધાન પરિષદમાં હતા. આ બંને ધારાસભ્યો હવે રિટાયર થઈ ગયા છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી નું ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version