Site icon News Continuous Bureau | Mumbai

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નંબર વન બનાવવાની તૈયારી ચાલુ, મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ ડૉ. અમરજીત સિંહ મનહાસેએ આ નેતાઓ સાથે કરી મુલાકાત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

કોંગ્રેસ મહારાષ્ટ્રમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીને નંબર વન બનાવવા માટે અથાક મહેનત કરી રહી છે.

આ જ ક્રમમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ ડૉ. અમરજીત સિંહ મનહાસેએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી છે.

આ દરમિયાન તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ખજાનચી પવન બંસલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તારિક અનવરની પણ મુલાકાત લીધી હતી. 

આ મુલાકાતમાં અમરજીત સિંહ મનહાસેએ તમામ મહાનુભાવો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને રાજ્યની આગામી નગરપાલિકાની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

 આ મુલાકાત દરમિયાન વારકરી સાહિત્ય પરિષદના પ્રમુખ વિઠ્ઠલ પાટીલ, મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શિવાજી સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version