Constitution Temple: મહારાષ્ટ્રની ૫૮૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર બનાવાશે, ૧૫ મી ઓગસ્ટે થશે ઉદ્ઘાટન

Constitution Temple: નવી પેઢી ઘડતરમાં બંધારણનો પાયો નાખવા અને મહત્વ સમજાવવાના પ્રયાસ: મંત્રી લોઢા.

News Continuous Bureau | Mumbai 

Constitution Temple:  મહારાષ્ટ્ર સરકારે રાજ્યનાં વિદ્યાર્થીઓને બંધારણનું મહત્વ સમજાવવા શૈક્ષણિક સંસ્થાઓમાં દેશનાં બંધારણ મંદિરો ઉભા કરવાની પહેલ કરી છે. જેના ભાગરૂપે કોશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) રાજ્યની ૪૧૯ સરકારી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ તથા ૧૬૩ સરકારી ટેકનિકલ શાળાઓમાં બંધારણનાં મંદિર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જેનું આગામી ૧૫ મી ઓગસ્ટે એકસાથે ઓનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવશે. 

Join Our WhatsApp Community
Constitution temple will be built in 582 educational institutions of Maharashtra, inauguration will be on 15th August

Constitution temple will be built in 582 educational institutions of Maharashtra, inauguration will be on 15th August

આજે મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મંત્રી લોઢાએ આ અંગે માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે  સામાજિક ન્યાયનો સાચો સિદ્ધાંત ભારતના બંધારણમાંથી ( Indian Constitution ) લેવામાં આવ્યો હોવાથી, અમે બંધારણ મંદિરની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. આના દ્વારા અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બંધારણનુ મહત્વ સમજાવવાનો છે. આ મંદિરો નવી પેઢીની વિચારસરણીને સાચી દિશા આપશે. આ સ્થળે  ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ( Dr. Babasaheb Ambedkar ) ઉપદેશોનું પૂજન કરવામાં આવશે. સાચા વિચારોથી પ્રેરિત પ્રતિભાશાળી યુવા પોતાની, પોતાના પરિવાર અને દેશની પ્રગતિ સાધવાની શક્તિ ધરાવે છે. તેથી, અમે સદાચારી વિચારો સાથે રોજગાર મેળવતી પેઢી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Constitution temple will be built in 582 educational institutions of Maharashtra, inauguration will be on 15th August

૨૬  જૂનને સમગ્ર મહારાષ્ટ્રમાં સામાજિક ન્યાય દિવસ ( Social Justice Day ) તરીકે ઉજવવામાં આવે છે. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ દિવસના અવસરે બંધારણ મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય લીધો જેથી વિદ્યાર્થીઓને સામાજિક ન્યાયનો સાચી ઉપદેશ મળી શકે. આ સંવિધાન મંદિરનું અસ્તિત્વ માત્ર ઔદ્યોગિક તાલીમ સંસ્થાન અને સરકારી ટેકનિકલ સ્કૂલના પરિસરમાં બનેલ પવિત્ર ઈમારત પૂરતું મર્યાદિત રહેશે નહીં. મહિનામાં એકવાર અહીં વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ( Maharashtra Students )  ભારતીય રાજ્ય બંધારણની જોગવાઈઓ વિશે માહિતગાર કરવા વર્કશોપનું આયોજન કરવામાં આવશે.  ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં બંધારણીય અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઝુંબેશ ચલાવવી, બંધારણીય મુદ્દાઓ, સુધારાઓ, સમકાલીન સમાજમાં બંધારણની ( Constitution  ) ભૂમિકા જેવા વિષયો પર સેમિનાર, પરિસંવાદો, ચર્ચાસ્પર્ધાઓનું આયોજન કરીને આ વિશે વધુ સમજણ કે અભ્યાસ મેળવવા  માંગતા વિદ્યાર્થીઓને કાયદાકીય સહાય પૂરી  પુરી પડવામાં આવશે. તેમને બંધારણીય અધિકારો અને બંધારણની ઊંડી સમજ આપવા નિબંધ સ્પર્ધાઓનું આયોજન અને સંબંધિત કાર્યક્રમો યોજવામાં આવશે.

Constitution temple will be built in 582 educational institutions of Maharashtra, inauguration will be on 15th August

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૪ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

આ ઉપરાંત બંધારણના વિવિધ પાસાઓ પર પુસ્તકો, લેખો વગેરે પ્રદાન કરીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાનો સરકારનો પ્રયાસ છે. બંધારણ દિવસ, પ્રજાસત્તાક દિવસ જેવી વિશેષ મહત્વની તારીખોની ઉજવણી કરવા માટે મહત્વપૂર્ણ દિવસોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Constitution temple will be built in 582 educational institutions of Maharashtra, inauguration will be on 15th August

મંત્રી લોઢાએ સંવિધાન મંદિર અને આયોજિત થનારી પ્રવૃત્તિઓ અંગે નાગરિકો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. નાગરિકો તેમના સૂચનો ઈમેલ આઈડી ceo@mssds.in પર મોકલી શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version