Site icon

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાજના વિડિયોએ વિવાદ છેડ્યો,વિશ્વ હિન્દુ પરિષદએ કરી આ માંગ

અહીં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલય ની બહાર જાહેરમાં બે લોકો નમાજ પઢી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

controversy over offering namaz outside the sanskrit faculty in ms university

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાજના વિડિયોએ વિવિદ છેડ્યો,વિશ્વ હિન્દુ પરિષદએ કરી આ માંગ

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેર વડોદરામાં ફરી એકવાર ધાર્મિક વિવાદ છેડાયો છે.આ વખતે અહીંના એમ.એસ યુનિવર્સિટી વિવાદનું કારણ બની છે.અહીં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલય ની બહાર જાહેરમાં બે લોકો નમાજ પઢી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

કોણ દેખાઈ રહ્યું છે વિડીયોમાં,શું છે વિવાદ 

આ વિડીયોમાં કોઈ અજાણ્યો પુરુષ અને મહિલા નમાઝ પેઢી રહ્યા હતા અને જે બાબતે વિડીયો વાયરલ થયો હતો.આ બનાવ સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તપાસની માગણી કરવામાં આવી હતી અને આ મામલે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

વીડિયોને લઈને અનેક ચર્ચાઓ 

આ વીડિયોને લઈને સમગ્ર શહેરમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વીડિયોને લઈને અનેક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં દેખાઈ રહેલા બંને લોકો વિદ્યાર્થી ન હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.જોકે આ વ્યક્તિઓ કોણ છે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી. 

આ સમાચાર પણ વાંચો: કોરોના દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ હવે ફરજિયાત . . . .

આ થઇ રહ્યા છે આક્ષેપ 

આ બાબતને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નમાજ પઢવામાં આવી રહી છે તે સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવી રહ્યું છે.શિક્ષણના ધામમાં આ કૃત્ય જાહેરમાં કરી ન શકાય તેવો આક્ષેપ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.  

વિશ્વ હિન્દૂ પરિષદ કરી તપાસની  માંગ 

આ અંગે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જાહેર રોડ,બગીચા અને રેલવે સ્ટેશને નમાજ પઢવામાં આવતી હતી પરંતુ હવે શિક્ષણના ધામની બહાર આવા તત્વો દ્વારા કરવામાં આવે તે વ્યાજબી નથી.આ અંગે તપાસ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે ને યુનિવર્સીટીની બહારના તત્વો દ્વારા નમાઝ પઢનાર કોણ છે તેમણે કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી અમે માંગણી કરી રહ્યા છીએ. 

આ સમાચાર પણ વાંચો:  તુનીષા આત્મહત્યા કેસમાં લવ જેહાદની એન્ટ્રી! આ બીજેપી નેતાએ કહ્યું- જો આમાં આવું કંઈ જોવા મળે તો…

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version